Latest News

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શરૂ થશે નવી પરંપરા, સિક્કાની જગ્યાએ આ રીતે થશે ટૉસ

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ઘરેલુ ટી-20 શ્રેણી બિગ બેશ લીગ (BPL)માં સિક્કાથી ટૉસની પરંપરાથી ખસીને બેટથી ‘ફ્લિપ’ કરવાનો નિર્ણય કર્યો છે. ક્રિકેટમાં ટૉસ જીતનારા કેપ્ટન પાસે પ્રથમ બેટિંગ અથવા ફિલ્ડિંગ કરવાનો વિકલ્પ હોય છે.

19 ડિસેમ્બરથી બિગબેશ

આ મહિને 19 તારીખથી બિગ બેશ લીગની આઠમી સિઝન શરૂ થઇ રહી છે. જેમાં મહેમાન ટીમના કેપ્ટન પાસેથી હેડ્સ અને ટેલ્સની જગ્યાએ હિલ્સ અને ફ્લેટમાંથી એક પસંદ કરવાનો વિકલ્પ હશે. ઓસ્ટ્રેલિયામાં ગલી ક્રિકેટમાં ટૉસ કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે.
બિગબેશ લીગની પ્રમુખ કિમ મેકોન્નેએ કહ્યું કે આ બદલાવ જણાવે છે કે બીબીએલ શું છે. મેકોન્ને કહ્યું, ‘કેટલાક લોકોને બદલાવ પસંદ નથી પરંતુ હું લોકોને પૂછવા માંગુ છુ કે ગત વખતે તમે ક્યારે ટોસમાં રસ દાખવ્યો હતો. ફ્લિપ માટે ઉપયોગ કરનારા બેટને બીબીએલ ખુદ નક્કી કરશે.

To Top