cricket

વિરાટના સ્થાને રોહિત શર્માને વન-ડે કેપ્ટન બનાવવા પર થઇ શકે છે વિચાર

નવી દિલ્હીઃ આઇસીસી વર્લ્ડકપ 2019માં ભારતને મળેલી હાર બાદ બીસીસીઆઇ ટીમની કેપ્ટનશીપ બે ખેલાડીઓ વચ્ચે વહેંચવા પર વિચાર કરી શકે છે. આ વિચાર વન-ડે અને ટી-20ની કેપ્ટનશીપ રોહિત શર્માને આપવામાં આવે જ્યારે ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીને કેપ્ટન જાળવા રાખવા પર વિચાર થઇ શકે છે. બીસીસીઆઇના એક અધિકારીએ કહ્યું હતું કે, વર્લ્ડકપમાંથી ટીમ ઇન્ડિયા બહાર થઇ ગયા બાદ જે સૌથી મોટી ચિંતા સામે આવી છે તે ટીમમાં  જૂથબંધીની ચર્ચા છે. કોહલી અને રોહિત શર્મા વચ્ચે મતભેદની અફવાઓ શરૂ થઇ છે. જે ટીમ ઇન્ડિયાને નુકસાન પહોંચાડી શકે છે એવામાં જ્યારે સીઓએની હાજરીમાં રવિ શાસ્ત્રી, કેપ્ટન કોહલી અને મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદની બેઠક થશે તેના પર ચર્ચા થશે.

બીસીસીઆઇના અધિકારીએ કહ્યું કે, સીઓએ ચીફ વિનોદ રાય અગાઉ પણ કહી ચૂક્યા છે કે સમીક્ષા બેઠક થશે. આ બેઠકમાં આ અફવાના મૂળ સુધી જવામાં આવશે. ભલે રાયે કહ્યું છે કે સમીક્ષા બેઠકમાં ટીમના પ્રદર્શનને લઇને થશે પરંતુ આ સમયે અન્ય સમસ્યાઓ પર પણ ધ્યાન આપવાની જરૂર છે.

To Top
Translate »