Expert Comment

ભારતમાં રમાતી દરેક આંતરરાષ્ટ્રીય મેચ માટે BCCIને મળે છે 70 કરોડ

ભારતમાં ઘરેલુ પિચ પર ઇન્ટરનેશનલ ક્રિકેટ માટે સમર્પિત સીઝનને જોતા બીસીસીઆઇ (BCCI)ને ટાઇટલ રાઇટ્સથી થનારી કમાણીમાં વધારો થયો છે. 2019-23 સીઝન માટે પેટીએમે 326.80 કરોડ રૂપિયામાં ટાઇટલ રાઇટને યથાવત રાખ્યા છે. 2015-19 સીઝન માટે પેટીએમે 203 કરોડ રૂપિયા ચુકવ્યા હતા, હવે રાઇટ્સ માટે બીસીસીઆઇને આપવામાં આવતી રકમમાં 58%નો વધારો થયો છે.

જો પ્રતિ મેચની વાત કરવામાં આવે તો બીસીસીઆઇને ટાઇટલ રાઇટ્સ માટે હવે 3.8 કરોડ રૂપિયા મળશે, બીજી તરફ પેટીએમ અત્યાર સુધી તેની માટે 2.42 કરોડ રૂપિયા પ્રતિ મેચના હિસાબથી ચુકવી રહ્યું હતું.

ડિજિટલાઇજેશનના સમયમાં પેટીએમે રાઇટ્સને ફરી ખરીદી એમ જણાવ્યુ કે તેને પોતાની બ્રાંડના પ્રમોશન માટે ભારતીય ક્રિકેટ પર કેટલો વિશ્વાસ છે. પેટીએમના સંસ્થાપક અને સીઇઓ વિજય શેખર શર્માએ કહ્યું, ‘અમે બીસીસીઆઇ અને ભારતીય ક્રિકેટ ટીમ સાથે પોતાના દીર્ઘકાલિક સહયોગ આગળ પણ જારી રાખવાને લઇને ઉત્સાહિત છીએ, દરેક સીઝન સાથે ભારતીય ક્રિકેટ સાથે અમારી પ્રતિબદ્ધતા અને મજબૂત થઇ જઇ રહી છે. ભારત ક્રિકેટને પ્રેમ કરે છે અને પેટીએમમાં અમે તેના મોટા પ્રશંસક છીએ.’

ભારતીય ક્રિકેટ ટીમની વાત કરવામાં આવે તો રાઇટ્સને લઇને માત્ર 2013-15ને છોડી દેવામાં આવે તો હંમેશા સારી પ્રતિક્રિયા મળી છે. 2013-15માં સ્પૉટ ફિક્સિંગ સ્કેન્ડલને કારણે કેટલોક ફટકો પડ્યો હતો, ત્યારે સ્ટાર ઇન્ડિયાને 2013-14 ભારે છુટ સાથે 2 કરોડ રૂપિયા પ્રતિ મેચના હિસાબથી રાઇટ્સ મળ્યા હતા. આગામી વર્ષ એટલે 2014-15 માટે માઇક્રોમેક્સે આ રાઇટ્સ 2.02 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. આ તે સમય હતો જ્યારે સ્કેન્ડલની નકારાત્મકતાને કારણે પેપ્સીએ આઇપીએલનું ટાઇટલ સ્પોન્સનશિપમાંથી હાથ ખેચી લીધા હતા, તે સમય પહેલા 2010-13 સીઝન ચક્ર માટે એરટેલ દરેક મેચ માટે બીસીસીઆઇને 3.33 કરોડ રૂપિયા ચુકવી રહ્યું હતું.

આ સાથે જોડાયેલા ઘટનાક્રમમાં તાજેતરમાં જુલાઇમાં ભારતીય ક્રિકેટની જર્સી સ્પૉન્સરશિપ રાઇટ્સ માટે ઓપ્પોની જગ્યાએ નવા બ્રાન્ડ તરીકે બાયજૂ સામે આવ્યુ. બાયજૂને 2019-22 માટે આ રાઇટ્સ મળ્યા છે. એક આંતરિક સમજૂતી હેઠળ આ ડીલ થઇ છે. ઓપ્પોએ પાંચ વર્ષ (2017-22) માટે આ રાઇટ્સ ખરીદી રાખ્યા હતા. દરેક દ્વિપક્ષીય મેચ માટે 4.61 કરોડ રૂપિયામાં ડીલ થઇ હતી. ઓપ્પો આ ડીલથી નીકળ્યા છતા બીસીસીઆઇને કોઇ આર્થિક નુકસાન થયુ નહતું પરંતુ તેને ટ્રાન્સફર ફી તરીકે 5% વધુ મળ્યા છે.

મહત્વપૂર્ણ છે કે ભારતમાં પ્રસારણના રાઇટ્સ સ્ટાર ઇન્ડિયાએ 2018-23 માટે 60.18 કરોડ રૂપિયા પ્રતિ મેચના હિસાબથી ખરીદ્યા છે. ભારતમાં રમાનારી દરેક ઇન્ટરનેશનલ મેચ માટે બીસીસાઇને 70 કરોડ રૂપિયા મળે છે, જેમાં કિટ સ્પૉન્સરશિપ,ગ્રાઉન્ડ અને એસોસિએટ સ્પૉન્સરશિપથી મળનારી રકમ શામેલ છે.

To Top
Translate »