Off The Field

BCCIનો વાર્ષિક કોન્ટ્રાક્ટ, રિષભ પંતને મળ્યુ ઇનામ, ધવન-ભુવી થયો બહાર

બીસીસીઆઇએ 2019-20 માટે ખેલાડીઓના નવા કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. નવા કોન્ટ્રાક્ટ અનુસાર, એ પ્લસ કેટેગરીમાં માત્ર ત્રણ ખેલાડીઓનો જ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કેપ્ટન વિરાટ કોહલી, વાઇસ કેપ્ટન રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે શિખર ધવન અને ભુવનેશ્વર કુમારને એ પ્લસ શ્રેણીમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. યુવા બેટ્સમેન રિષભ પંતને સારા પ્રદર્શનની ભેટ મળી છે અને તેને એ શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યો છે.

BCCIના નવા કોન્ટ્રાક્ટની યાદી

A+ ગ્રેડ (7 કરોડ): વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ
A ગ્રેડ (5 કરોડ): એમએસ ધોની, શિખર ધવન, રિષભ પંત, ભુવનેશ્વર કુમાર, આર.અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, ઇશાંત શર્મા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી
B ગ્રેડ (3 કરોડ): હાર્દિક પંડ્યા લોકેશ રાહુલ, ઉમેશ યાદવ, યુઝવેન્દ્ર ચહલ
C ગ્રેડ (1 કરોડ): કેદાર જાધવ, દિનેશ કાર્તિક, અંબાતી રાયૂડુ મનિષ પાંડે, હનુમા વિહારી, ખલીલ અહેમદ, રિદ્ધિમાન સાહા

To Top
Translate »