Latest News

બાસ્કેટબોલ ખેલાડી કોબી બ્રાયંટ અને પુત્રીનું હેલિકોપ્ટર ક્રેશમાં મોત, રડી રહી છે દુનિયા

Kobe Bryant Dies

દિગ્ગજ બાસ્કેટબોલ ખેલાડી કોબી બ્રાયંટનુંએક વિમાન દુર્ઘટનામાં મોત થયુ છે. કોબી બ્રાયંટની ગણના બાસ્કેટબોલની દુનિયાના મહાન ખેલાડીઓમાં થાય છે. કોબી બ્રાયંટના નિધનથી પ્રશંસકો શોકમાં છે. કોબી બ્રાયંટ (Kobe Bryant) જે હેલિકોપ્ટરમાં સવાર હતો, તે ક્રેશ થઇ ગયુ હતું. 41 વર્ષીય કોબી બ્રાયંટ સાથે આ હેલિકોપ્ટરમાં અન્ય 4 લોકો પણ સવાર હતા. દાવો કરવામાં આવે છે કે આ હેલિકોપ્ટરમાં તેની 13 વર્ષીય પુત્રી પણ સવાર હતા.

સ્થાનિક સમય અનુસાર સવારે 10 વાગ્યે આ દુર્ઘટના બની છે. લોસ એન્જલસ ટાઇમ્સના રિપોર્ટ અનુસાર જ્યારે આ દૂર્ઘટના થઇ ત્યારે ધુમ્મસ છવાયેલુ હતું. ધુમ્મસને કારણે રેસક્યૂ ઓપરેશનમાં પણ બચાવ દળે તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. આ દૂર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ લોકોના મોત થયા હતા.

કોબી બ્રાયંટે (Kobe Bryant) પોતાની 20 વર્ષની કરિયરમાં કેટલાક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. કોબી બ્રાયંટ નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન તરફથી રમે છે અને 5 ચેમ્પિયનશિપ પોતાના નાને કરી છે. 18 વખત તેણે ઓલ સ્ટાર જાહેર કરવામાં આવ્યો છે. વર્ષ 2016માં એનબીએના ત્રીજા સૌથી મોટી ઓલ ટાઇમ સ્કોરર તરીકે તે રિટાયર થયો હતો. કોબી બ્રાયંટે 2008 અને 2012 ઓલિમ્પિકમાં યૂએસએ ટીમ માટે બે ગોલ્ડ મેડલ પણ જીત્યા હતા. 2008 બેઇજિંગ અને 2012 લંડન ઓલિમ્પિકમાં તેણે પોતાને દેશને ગોલ્ડ મેડલ જીતાડ્યા હતા.

કોબ બ્રાયટના નિધનથી શોકમાં ડુબી દુનિયા

કોબી બ્રાયટના નિધનથી આખી દુનિયામાં શોકની લહેર છે. કોબી બ્રાયટના નિધનથી બાસ્કેટબોલની દુનિયામાં જાણીતુ નામ હતું.

To Top
Translate »