Latest News

હેટ્રિક લઇને એશ્ટન અગરે રચ્યો ઇતિહાસ, બ્રેટ લી બાદ સિદ્ધિ મેળવનાર બીજો બોલર

ઓસ્ટ્રેલિયાના સ્પિનર એશ્ટન એગરે એક મોટી સિદ્ધિ મેળવી છે, એસ્ટન એગરે (Ashton Agar) દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ જ્હોનિસબર્ગમાં પ્રથમ ટી-20માં હેટ્રિક ઝડપી હતી. એસ્ટન એગરે દક્ષિણ આફ્રિકાની ઇનિંગ્સની આઠમી ઓવરમાં આ સિદ્ધિ મેળવી હતી, તેણે પૂર્વ પ્રોટિયાજ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ, એન્ડલ ફેહલુકવાઓ અને ડેલ સ્ટેનને બેક-ટુ-બેક આઉટ કર્યા હતા.

ડુપ્લેસી કેન રિચર્ડસનને કેચ આપી બેઠો હતો. એગરે ફેહલુકવાઓને એલબી આઉટ જ્યારે સ્ટેનને સ્લિપમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિન્ચના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. 2007ના પ્રથમ ટી-20 વર્લ્ડકપમાં બાંગ્લાદેશ વિરૂદ્ધ હેટટ્રિક ઝડપનારા ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર બ્રેટ લી બાદ આ ફોર્મેટમાં હેટ્રિક ઝડપનાર એગર બીજો ઓસ્ટ્રેલિયન બોલર બની ગયો છે.

2018ના બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ પ્રથમ વખત દક્ષિણ આફ્રિકામાં રમવા ઉતરેલા સ્ટીવ સ્મિથે કેપ્ટન એરોન ફિન્ચ સાથે બીજી વિકેટ માટે 80 રનની ભાગીદારી કરી હતી. ફિન્ચે 27 બોલમાં 42 રન બનાવ્યા હતા અને સ્મિથે 32 બોલમાં 45 રનની ઇનિંગ્સ રમી હતી.

પડકારનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકન ટીમની શરૂઆત નિરાશાજનક રહી હતી. ઓપનિંગ જોડી સસ્તામાં પેવેલિયન પરત ફરી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી સૌથી વધુ રન ફાફ ડુ પ્લેસિસ (24) બનાવ્યા છે. એશ્ટન એગરે (Ashton Agar) પાંચ વિકેટ ઝડપી હતી. એગરે પોતાની 4 ઓવરમાં 5/24 સારૂ પ્રદર્શન કર્યુ હતું. દક્ષિણ આફ્રિકાની આખી ટીમ 89 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી અને ઓસ્ટ્રેલિયાએ 107 રને જીત મેળવી હતી.

To Top
Translate »