Latest News

ઓસ્ટ્રેલિયાના ત્રીજા દિવસના અંતે 6 વિકેટે 236 રન, ભારતથી હજુ 386 રન પાછળ

ઓસ્ટ્રેલિયાએ સિડનીમાં રમાઇ રહેલી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ત્રીજા દિવસના અંત સુધી 6 વિકેટ ગુમાવી 236 રન બનાવી લીધા છે. પીટર હેન્ડ્સકોમ્બ (28) અને પેટ કમિન્સ (25) રને અણનમ રહ્યાં હતા. ઓસ્ટ્રેલિયા હજુ ભારતથી 386 રન પાછળ છે.

કુલદીપ-જાડેજાનો તરખાટ

ઓસ્ટ્રેલિયાએ ત્રીજા દિવસના અંતે 6 વિકેટ ગુમાવી 236 રન બનાવી લીધા છે. ઓસ્ટ્રેલિયા તરફથી માર્કસ હેરિસે સૌથી વધુ 79 રન બનાવ્યા હતા. જ્યારે ઉસ્માન ખ્વાજાએ 27 રન બનાવ્યા હતા. માર્નસ લબુશાંગને (38), શોન માર્શ (8), ટ્રેવિસ હેડ (20), ટીમ પેન (5) રન બનાવ્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ 3 જ્યારે રવિન્દ્ર જાડેજાએ 2 વિકેટ ઝડપી હતી. જ્યારે એક વિકેટ મોહમ્મદ શમીને મળી હતી.

To Top