Latest News

ભારત વિરૂદ્ધ વન ડે સિરીઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત

ઓસ્ટ્રેલિયાએ ભારત સામે ભારતમાં રમાનારી પાંચ મેચની વન ડે માટે ટીમની જાહેરાત કરી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટી-20 મેચ 24 ફેબ્રુઆરીએ વિશાખાપટ્ટનમમાં રમાશે.ઓસ્ટ્રેલિયા ભારતમાં 2 ટી-20 અને 5 વન ડે મેચ રમશે. આ ટીમમાં મિશેલ સ્ટાર્કને ઇજાને કારણે બહાર કરવામાં આવ્યો છે. એરોન ફિન્ચ વન ડે ટીમની કેપ્ટન્સી કરશે.

ઓસ્ટ્રેલિયાની વન ડે ટીમ: એરોન ફિન્ચ (કેપ્ટન), ઉસ્માન ખ્વાજા, એલેક્સ કેરી, પીટર હેન્ડ્સકોમ્બ, શોન માર્શ, ગ્લેન મેક્સવેલ, ડાર્શી શોર્ટ, માર્કસ સ્ટોઇનિસ, એશ્ટન ટર્નર, જેસન બેહરેનડોર્ફ, પેટ કમિન્સ, નાથન કુલ્ટર નાઇલ, નાથન લાયન, ઝાએ રિચર્ડસન, કેન રિચર્ડસન, એડમ ઝમ્પા

અહી રમાશે વન ડે અને ટી-20 મેચ

પ્રથમ ટી-20 મેચ 24 ફેબ્રુઆરી- વિશાખાપટ્ટનમ
બીજી ટી-20 મેચ 27 ફેબ્રુઆરી- બેંગ્લોર
પ્રથમ વન ડે મેચ 2 માર્ચ- હૈદરાબાદ
બીજી વન ડે મેચ 5 માર્ચ- નાગપુર
ત્રીજી વન ડે મેચ 8 માર્ચ- રાંચી
ચોથી વન ડે મેચ 10 માર્ચ- મોહાલી
પાંચમી વન ડે મેચ 13 માર્ચ- દિલ્હી

To Top