Latest News

ભારત 358 રન બનાવીને પણ હાર્યુ, ઓસ્ટ્રેલિયાનો 4 વિકેટે વિજય

ઓસ્ટ્રેલિયાએ ભારતને ચોથી વન ડે મેચમાં 4 વિકેટે હરાવ્યું હતું. આ સાથે જ પાંચ મેચની સિરીઝમાં બન્ને ટીમ 2-2ની બરાબરી પર આવી ગઇ છે. હવે અંતિમ મુકાબલો ફાઇનલની જેમ રમાશે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 358 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 47.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 359 રન બનાવી મેચને જીતી લીધી હતી. આ હાઇસ્કોરિંગ મેચમાં ભારતની ખરાબ ફિલ્ડિંગ તેને ભારે પડી હતી.

શિખર ધવન-રોહિત શર્માની આક્રમક રમત

ભારત તરફથી શિખર ધવને 115 બોલમાં 18 ફોર અને 3 સિક્સરની મદદથી 143 રન બનાવ્યા હતા. ધવનનો આ વન ડેમાં હાઇસ્કોર છે. જ્યારે રોહિત શર્માએ 92 બોલમાં 7 ફોર અને 2 સિક્સરની મદદથી 95 રન બનાવ્યા હતા. રોહિત શર્મા અને ધવને પ્રથમ વિકેટ માટે 193 રનની ભાગીદારી નોધાવી હતી. ભારત તરફથી લોકેશ રાહુલ (26), વિરાટ કોહલી (7), રિષભ પંત (36), કેદાર જાધવ (10), વિજય શંકર (26) રનની ઇનિંગ્સ રમી હતી. ભારતે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 358 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે સૌથી વધુ 5 જ્યારે જે રિચર્ડસને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે એડમ ઝમ્પાને એક સફળતા મળી હતી.

જવાબમાં ભારતના 359 રનના પડકારનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. ઓસ્ટ્રેલિયાની માત્ર 12 રનમાં 2 વિકેટ એરોન ફિન્ચ (0), શોન માર્શ (6) રન બનાવી આઉટ થયા હતા. તે બાદ ઉસ્માન ખ્વાજા અને પીટર હેન્ડ્સકોમ્બે ઇનિંગ્સને સંભાળી ઓસ્ટ્રેલિયાને મજબૂત સ્થિતિમાં પહોચાડ્યુ હતું. ઉસ્માન ખ્વાજા (91) અને પીટર હેન્ડ્સકોમ્બે (117) રનની ઇનિંગ્સ રમી હતી. તે બાદ ગ્લેન મેક્સવેલ (23) અને એસ્ટર્ન ટર્નરે માત્ર 43 બોલમાં 5 ફોર અને 6 સિક્સરની મદદથી 195.35ના સ્ટ્રાઇક રેટથી અણનમ 84 રન બનાવ્યા હતા જ્યારે એલેક્સ કેરીએ 21 રનની ઇનિંગ્સ રમી હતી. ઓસ્ટ્રેલિયા 47.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 359 રન બનાવી મેચને જીતી લીધી હતી.આક્રમક રમત રમનારા એસ્ટર્ન ટર્નરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.હવે પાંચમી વન ડે મેચ દિલ્હીના ફિરોઝશાહ કોટલામાં 13 માર્ચે રમાશે.

To Top
Translate »