Latest News

વિરાટ કોહલીની સદી કામ ના આવી, ઓસ્ટ્રેલિયાએ ત્રીજી વન ડેમાં ભારતને 32 રને હરાવ્યું

ઓસ્ટ્રેલિયાએ રાંચીમાં રમાયેલી ત્રીજી વન ડે મેચમાં ભારતને 32 રને હરાવ્યું હતું. આ સાથે જ 5 મેચની વન ડે સિરીઝમાં ભારત 2-1થી આગળ છે.ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 313 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 281 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.

ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું

ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનર કેપ્ટન એરોન ફિન્ચે 93, એડમ ઝમ્પાએ 104 રનની ઇનિંગ્સ રમી સંગીન શરૂઆત અપાવી હતી. પ્રથમ વિકેટ માટે આ બન્નેએ 193 રનની ભાગીદારી કરી હતી. એડમ ઝમ્પાએ વન ડે કરિયરની પ્રથમ સદી ફટકારી હતી. તે બાદ ગ્લેન મેક્સવેલે 47, માર્કસ સ્ટોઇનિસે અણનમ 31 અને એલેક્સ કેરીએ અણનમ 21 રનની ઇનિંગ્સ રમી હતી.ભારત તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.

ભારતની ખરાબ શરૂઆત

314 રનના પડકારનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની ખરાબ શરૂઆત થઇ હતી. શિખર ધવન 1 રન બનાવી આઉટ થયો હતો. તે બાદ રોહિત શર્મા પણ 14 રન બનાવી આઉટ થયો હતો. અંબાતી રાયૂડુ 2 રન બનાવી આઉટ થયો હતો. ભારત તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ 123 રનની ઇનિંગ્સ રમી હતી. વિરાટ કોહલીની વન ડેની આ 41મી સદી હતી.તે બાદ ધોની અને કેદાર જાધવે 26-26 રન બનાવ્યા હતા.વિજય શંકર 32 અને રવિન્દ્ર જાડેજાએ 24 રન બનાવ્યા હતા.ઓસ્ટ્રેલિયા તરફથી જે રિચર્ડસન, એડમ ઝમ્પા અને પેટ કમિન્સે 3-3 વિકેટ ઝડપી હતી.

To Top
Translate »