Latest News

ભારત સામે વન ડે માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી થયા બહાર

ભારત સામે ટેસ્ટ શ્રેણી બાદ 12 જાન્યુઆરીથી ઓસ્ટ્રેલિયા વન ડે સિરીઝ રમશે. ઓસ્ટ્રેલિયાએ વન ડે શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે જેમાં સ્ટાર ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા છે. જ્યારે એડમ ઝમ્પા અને નાથન લાયનનો વન ડે ટીમમાં સમાવેશ કરાયો છે.

ઓસ્ટ્રેલિયાની વન ડે ટીમ: એરોન ફિન્ચ (કેપ્ટન), જેસન બેહરેનડોર્ફ, એલેક્સ કેરી, પીટર હેન્ડ્સકોમ્બ, ઉસ્માન ખ્વાજા, નાથન લાયન, મીશેલ માર્શ, શોન માર્શ, ગ્લેન મેક્સવેલ, જો રિચર્ડસન, પીટર સીડલ, બીલી સ્ટેનલેક, માર્કસ સ્ટોઇનિસ, એડમ ઝમ્પા

આ ખેલાડી થયા બહાર

ઓસ્ટ્રેલિયાની વન ડે ટીમમાંથી ટ્રેવિસ હેડ, ક્રિસ લિન,એસ્ટન અગર, ડાર્શી શોર્ટ અને એન્ડ્ર્યૂ ટાઇને બહાર કરવામાં આવ્યા છે.

આ પ્લેયરને આપવામાં આવ્યો આરામ

વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયાએ કેટલાક ખેલાડીઓને આરામ આપ્યો છે. ઓસ્ટ્રેલિયાએ મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ અને જોશ હેઝલવુડને આરામ આપ્યો છે.

To Top