Off The Field

ઇંગ્લેન્ડમાં રમી રહ્યો હતો મેચ, આ પાકિસ્તાની બેટ્સમેનની દીકરીનું થયુ મોત

પાકિસ્તાનના બેટ્સમેન આસિફ અલીની દીકરીનું મોત થયુ છે, તે ઇંગ્લેન્ડ પ્રવાસ છોડીને જલ્દી પાકિસ્તાન પરત ફરશે. આસિફ અલી કેન્સર સાથે ઝઝુમી રહેલી દીકરીની સારવાર અમેરિકામાં કરાવી રહ્યો હતો.

ઇસ્લામાબાદ યૂનાઇટેડના નિવેદન અનુસાર, ‘આઇએસએલયૂ પરિવારની સંવેદના આસિફ સાથે છે, જેને પોતાની દીકરીને ગુમાવી દીધી છે. આસિફ અલી મજબૂત છે અને અમારા તમામ માટે પ્રેરણા છે’ મહત્વપૂર્ણ છે કે આસિફ અલી પાકિસ્તાન સુપર લીગ (PSL)માં ઇસ્લામાબાદ યૂનાઇટેડ તરફથી રમે છે.

આસિફ અલી ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમતો હતો મેચ

27 વર્ષના આસિફ અલી હેડિંગ્લેમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ શ્રેણીની પાંચમી અને અંતિમ વન ડેમાં પાકિસ્તાનની 54 રનથી હારમાં 22 રન બનાવ્યા હતા. આ હાર સાથે જ પાકિસ્તાને ઇંગ્લેન્ડ સામે વન ડે શ્રેણી 0-4થી ગુમાવી હતી. આસિફ અલીને 30 મેથી શરૂ થઇ રહેલા વર્લ્ડકપ માટે પાકિસ્તાનની ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. જોકે, અંતિમ 15ની જાહેરાત માટે 23 સુધીનો સમય છે, આસિફે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ શ્રેણીમાં 2 અડધી સદી ફટકારી હતી. મિડલ ઓર્ડર બેટ્સમેન આસિફે અત્યાર સુધી 16 વન ડે મેચમાં 31.09ની એવરેજથી 342 રન બનાવ્યા છે.

આસીફ અલીને પીએસએલની ચોથી સિઝન દરમિયાન પોતાની દીકરીની બીમારી અંગે ખબર પડી હતી, ત્યારે તે પૂર્વ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન અને ઇસ્લામાબાદ યૂનાઇટેડના કોચ ડીન જોન્સ સામે રડી પડ્યો હતો.

 

આ પણ વાંચો: હોસ્પિટલમાં દાખલ હતી પુત્રી, માત્ર 2 કલાકની ઉંઘ લઇને મેદાનમાં પહોચ્યો અને સદી ફટકારી

To Top
Translate »