Latest News

Asia XI અને World XI ટીમની જાહેરાત, 6 ભારતીય ખેલાડી રમશે

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ પોતાના દેશના જનક શેખ મુજીબુર્રહમાનની 100મી વર્ષગાંઠના પ્રસંગે 2 મેચની ટી-20 સિરીઝનું આયોજન કરી રહ્યુ છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ એટલે કે બીસીબીએ આ પ્રસંગને ખાસ બનાવવા માટે એશિયા ઇલેવન અને વર્લ્ડ ઇલેવન વચ્ચે બે મેચની ટી-20 સિરીઝ રમી છે. બીસીબીએ એશિયા ઇલેવનની જે ટીમ તૈયાર કરી છે, તેમાં કુલ 6 ભારતીય ખેલાડીઓનું નામ સામેલ છે, જેમાં એકનું નામ હજુ ફાઇનલ નથી થયુ.

એશિયા ઇલેવન અને વર્લ્ડ ઇલેવન વચ્ચે 18 માર્ચ અને 21 માર્ચે રમાનાર બે મેચની ટી-20 સિરીઝ માટે બીસીબીએ ટીમની જાહેરાત કરી દીધી છે. ઇસપીએન ક્રિક ઇન્ફોના રિપોર્ટના અનુસાર, વિરાટ કોહલી સહિત 6 ભારતીય ખેલાડીઓને તેમાં સામેલ કર્યા છે. ભારત સિવાય બાંગ્લાદેશના 4 ખેલાડી, અફઘાનિસ્તાન અને શ્રીલંકન ટીમના 2-2 ખેલાડી અને એક નેપાળી ખેલાડીને ટીમમાં જગ્યા આપી છે. જોકે, કોણ આ ટીમનો કેપ્ટન હશે તેની પૃષ્ટી થઇ નથી.

લોકેશ રાહુલનું નામ પણ સામેલ

એશિયા ઇલેવન ટીમમાં કુલ 15 ખેલાડીઓના નામ સામેલ છે, જેમાં લોકેશ રાહુલ એક મેચ માટે હાજર રહેશે કારણ કે પ્રથમ મેચ દરમિયાન તે 18 માર્ચે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ અંતિમ વન ડે મેચનો ભાગ હશે. કેપ્ટન વિરાટ કોહલીના નામનું હાલ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે તેની પુષ્ટિ નથી કરી કે, શુ તેઓ બંને મેચ રમશે કે નહીં, કારણ કે આ દરમિયાન ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વનડે સીરીઝ થવાની છે. જો રોહિત શર્મા ફિટ થઈ જાય છે તો, પછી વિરાટ કોહલી બંને મેચ માટે ઉપલબ્ધ રહેશે.

એશિયા ઈલેવન સાથે સાથે વર્લ્ડ ઈલેવન ટીમની પણ જાહેરાત થઈ ગઈ છે, જેની કમાન ફાફ ડુપ્લેસિસ કરશે. આ ટીમમાં કુલ 12 સભ્યોના નામ સામેલ છે, જે એશિયા ઈલેવન વિરુદ્ધ રમશે. વેસ્ટઈન્ડિઝના ધાકડ બેટ્સમેન ક્રિસ ગેલને પણ વર્લ્ડ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યા છે.

એશિયા ઈલેવન ટીમ

કેએલ રાહુલ(એક મેચ માટે), વિરાટ કોહલી (હાલ કન્ફર્મેશન નથી), શિખર ધવન, રિષભ પંત, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, લિટન દાસ, તમીમ ઈકબાલ, મુશફિકુર રહીમ, થિસારા પરેરા, રાશિદ ખાન, મુસ્તફિજુર રહેમાન, સંદિપ લામિછાને,લસિથ મલિંગા અને મુજીબ ઉર રહેમાન.

World XI ટીમ

એલેક્સ હેલ્સ, ક્રિસ ગેલ, ફાફ ડુપ્લેસિસ (કેપ્ટન), નિકોલસ પૂરન, રોસ ટેલર, જોની બેયરસ્ટો, કેરોન પોલાર્ડ, આદિલ રશીદ, શેલ્ડન કોટરેલ, લુંગી નગિદી, એન્ડ્રયૂ ટાય અને મિશેલ મેક્લેનઘન.

To Top
Translate »