Off The Field

ભારતની ઉજવણીમાં સામેલ થઇ અનુષ્કા શર્મા, કોહલીને ગળે લગાવી પાઠવી શુભેચ્છા

ભારતે ઓસ્ટ્રેલિયા સામે 2-1થી ટેસ્ટ સિરીઝ પોતાના નામે કરી લીધી છે. ચોથી ટેસ્ટ મેચનો પાંચમો દિવસ વરસાદને કારણે ધોવાઇ ગયો હતો જેને કારણે મેચને ડ્રો જાહેર કરવામાં આવી હતી. વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ પ્રથમ વખત ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતવામાં સફળ રહ્યું છે. વિરાટ કોહલીએ જીત બાદ મેદાનમાં ઉજવણી કરી હતી. આ ઉજવણીમાં સામેલ થવા માટે વિરાટ કોહલીની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા પણ સામેલ થઇ હતી.

અનુષ્કા શર્માએ કોહલી સાથે કરી ઉજવણી

ભારતની ઐતિહાસીક જીત બાદ કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ પણ ઉજવણી કરી હતી.ભારત જેવુ જ સિરીઝ જીત્યુ ત્યારે અનુષ્કા શર્મા મેદાન પર ઉતરી આવી હતી. તે બાદ અનુષ્કાએ કોહલીને ગળે લગાવી અને તેની સાથે કેટલીક તસવીરો ખેચાવી હતી.

To Top
Translate »