Latest News

માથા પર બોલ લાગતા જ મેદાન પર પડી ગયો આંદ્રે રસેલ, દર્દનાક VIDEO

પોતાની વિસ્ફોટક બેટિંગથી વિરોધીઓને ડરાવનાર આંદ્રે રસેલ વચ્ચે મેદાનમાં એક દુર્ઘટનાનો શિકાર બન્યો હતો. કેરેબિયન પ્રીમિયર લીગ દરમિયાન એક ઘાતક બોલ રસેલને હેલ્મેટ પર લાગ્યો હતો, જે બાદ તેને સ્ટ્રેચર પર મેદાનની બહાર લઇ જવામાં આવ્યો હતો.

સબીના પાર્કમાં જમૈકા તલાવાહ અને સેંટ લૂસિયા જૂક્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન 14મી ઓવરમાં આંદ્રે રસેલે હાર્ડ્સ વિલ્જોએનના એક શોટ પિચ બોલને પુલ કરવા માંગતો હતો પરંતુ વિલ્જોએનના આ બોલ રસેલના (જમણા કાન પાસે) લાગી હતી. રસેલ ઇજાગ્રસ્ત થયા બાદ તેમની ટીમને પણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

જે સમયે દૂર્ઘટના થઇ ત્યારે રસેલ 0 પર બેટિંગ કરી રહ્યો હતો. બોલ લાગ્યા બાદ તે મેદાન પર ઉંઘી ગયો હતો,જોકે, તે ઉભો થઇને ખુદ બહાર જવા લાગ્યો હતો પણ તેને રોકવામાં આવ્યો અને પછી સ્ટ્રેચર પર બહાર લઇ જવામાં આવ્યો હતો.

કેરેબિયન પ્રીમિયર લીગના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર જાણકારી આપવામાં આવી કે આંદ્રે રસેલનું હોસ્પિટલમાં સ્કેન કરાવવામાં આવ્યુ છે અને ખતરાની કોઇ વાત નથી. બાદમાં તેની ફ્રેન્ચાઇઝી જમૈકા તાલાવાહ તરફથી આંદ્રે રસેલને કોઇ ગંભીર ઇજા થઇ નહતી. જોકે, તેને હોટલમાં પરત જવાની સલાહ આપવામાં આવી હતી.

To Top
Translate »