Latest News

આ છે વેસ્ટ ઇન્ડીઝના વિસ્ફોટક ક્રિકેટરની પત્ની, બાળકને આપશે જન્મ

આંદ્રે રસેલ વેસ્ટ ઈન્ડિઝની ટીમનો વિસ્ફોટક બેટ્સમેન છે અને ભારતમાં પણ રમાનારી IPL-T-20 ટૂર્નામેન્ટનો ભાગ છે. જ્યારે તેની પત્નીનું નામ જૈસિમ લોરા રસેલ છે, જે મોડલિંગ અને ગ્લેમરની દુનિયા સાથે સંકળાયેલી છે. આંદ્રે રસેલની પત્ની જેસિમ લારા પણ સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે.

રસેલની પત્ની અને સુપર મૉડલ જૈસિમ લૉરા ગર્ભવતી છે. ખુદ રસેલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને લોકોને ખુશખબરી જણાવી છે. પોતાના સત્તાવરા ટ્વીટર એકાઉન્ટ પર રસેલે ફોટો શેર કરીને પોતાની નવી ખુશીઓ વિશે લોકોને વાકેફ કર્યા છે. ફોટોમાં રસેલ અને લૉરા બન્ને સફેદ આઉટફિટ્સમાં જોવા મળી રહ્યા છે. બેંકગ્રાઉન્ડમાં ફુગ્ગા અને ફૂલથી માહોલ સજાવવામાં આવી રહ્યો છે.

આ સાથે જ કેરેબિયન ઓલરાઉન્ડરે એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં જૈસિમ લૉરા પાસે એક મોટો ક્રિકેટ બોલ છે અને રસેલ બેટ હાથોમાં પકડી રાખ્યું છે. ખુબ જ અંગત માણસો વચ્ચે આ સમારોહ યોજાયો હતો. જેમાં લૉરાની અંડરઆર્મ બોલને રસેલે જેવો ફટકાર્યો, કે હવામાં ગુલાબી રંગ ઉડવા લાગ્યો. આ એક સરપ્રાઈઝ છે. કદાચ આજ ગુલાબી રંગ બાદ રસેલે જણાવ્યું કે, તેને પુત્રી થવાની છે. (Photo Credit: Instagram/ jassymloraru)

 

View this post on Instagram

 

God’s plan..

A post shared by Jassym Lora Russell (@jassymloraru) on

 

View this post on Instagram

 

Lo que es viejo pa’ uno pa’ otro es nuevo.. 🎻 #tb

A post shared by Jassym Lora Russell (@jassymloraru) on

To Top
Translate »