Latest News

વન-ડે ક્રિકેટની પ્રથમ હેટ્રિકની રસપ્રદ કહાની, જેની એક દિવસ બાદ થઈ હતી ઉજવણી

વન ડે ક્રિકેટમાં અત્યાર સુધી 49 હેટ્રિક બની ચુકી છે. પ્રથમ હેટ્રિકની વાત કરવામાં આવે તો તેની કહાની જ કંઈક અલગ હતી. આ જાણીને તમને આશ્ચર્ય થશે કે પ્રથમ હેટ્રિકની ઉજવણી તે ક્ષણે ન થઈ પરંતુ એક દિવસ પછી કરવામાં આવી. 1982માં પાકિસ્તાનના જમણાં હાથના મધ્યમ ઝડપી બોલર જલાલુદ્દીને તે હેટ્રિક લીધી હતી. આજે (12 જૂન) જલાલુદ્દીનનો જન્મદિવસ છે. તે 61 વર્ષનો થઈ ગયો.

વિરાટ કોહલીની ભારતીય ક્રિકેટ ટીમમાં કેવી રીતે થઇ પસંદગી, વેંગસરકરે કર્યો ખુલાસો

પોતાની બીજી મેચમાં લીધી હતી હેટ્રિક

માત્ર એક વન-ડેનો અનુભવી કરાચીના જલાલુદ્દીનને ઓસ્ટ્રેલિયા સામેની ઘરેલુ રીરીઝમાં તક આપવામાં આવી હતી. નોંધનિય છે કે ઇમરાન ખાનને ઇંગ્લેન્ડ ટૂરમાં જાંઘની માંસ પેશીઓમાં ખેંચ આવતા પોતાને આરામ આપ્યો હતો. તેની ગેરહાજરીમાં ઝહીર અબ્બાસે ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી.

હૈદરાબાદ (સિંધ)ના નિયાઝ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ લીધી હતી. પાકિસ્તાને 40 ઓવરની મેચમાં કંગારૂઓને 230 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના ઓપનર મોહસીન ખાને 101 બોલમાં 104 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ ઝડપી શરૂઆત કરી હતી.

રોહિત શર્મા સાથે જોડી કેમ રહી છે હિટ, ખુદ ‘ગબ્બર’ શિખર ધવને જણાવ્યુ

ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વિકેટ માટે 23 ઓવરમાં 104 રન ઉમેર્યા હતા. તે પછી તૌસિફ અહમદે ત્રણ વિકેટ લઇને ઓસ્ટ્રેલિયન સ્કોરને 109/3 કરી દીધો. જો કે એલન બોર્ડર અને જ્હોન ડાયસનની જોડીએ સ્કોર 157 સુધી પહોંચાડ્યો. જલાલુદ્દીને બોર્ડરને પરત મોકલીને તે ભાગીદારી તોડી હતી.

હવે સમય હતો એ ઐતિહાસિક ઓવરની જ્યારે જલાલુદ્દીને 162ના સ્કોર પર પોતાની સાતમી ઓવરના છેલ્લા ત્રણ બોલમાં ત્રણ વિકેટ લીધી. સૌથી પહેલા તે ઓવરના ચોથા બોલ પર જલાલુદ્દીને વિકેટકીપર બેટ્સમેન રોડની માર્શને (1) બોલ્ડ કર્યો. પછીના બોલ પર બ્રુસ યાર્ડલી (0) વિકેટ પાછળ વસીમ બારીના હાથે કેચ આઉટ કરાવ્યો. અને ત્યાર બાદ તેણે જોસેફ લોસન (0) ને બોલ્ડ કરીને તેની હેટ્રિક પૂર્ણ કરી.

પાકિસ્તાનના આ ઉભરતા બોલર આ હેટ્રિકથી ખુશ તો થયો પણ ત્યારે તેને ખબર ના હતી કે તેણે વનડે ક્રિકેટમાં પ્રથમ વખત આ કારનામુ કર્યુ છે. જલાલુદ્દીને બાદમાં સ્વીકાર્યું કે મેચના બીજા દિવસે રેકોર્ડ બુકની ચકાસણી કરવામાં આવી, ત્યારબાદ આ વર્લ્ડ રેકોર્ડ જાહેર થયો. જેથી તેમની ખુશી બમણી થઈ ગઈ.

ઓસ્ટ્રેલિયાની ટીમ નિર્ધારિત ઓવરોમાં 170/9 રન જ કરી શકી. પાકિસ્તાને 59 રનથી મેચ જીતી લીધો. પરંતુ ‘મેન ઓફ ધ મેચ’ જલાલુદ્દીનને આપવામાં આવ્યો ન હતો. તે મેચમાં સદી ફટકારનાર મોહસિન ખાનને આ અવોર્ડ મળ્યો હતો. જલાલુદ્દીનની કારકિર્દી લાંબી ન ચાલી. તે પછી તેણે ફક્ત 7 વનડે (કુલ 8 વનડે, 14 વિકેટ) અને 6 ટેસ્ટ (11 વિકેટ) મેચ રમી હતી.

To Top
Translate »