Latest News

ગુજરાતી ‘અમૂલ’ બની દક્ષિણ આફ્રિકન ક્રિકેટ ટીમની સ્પોન્સર, આ બે ટીમ સાથે પણ જોડાઇ ચુકી છે

દક્ષિણ આફ્રિકા (South Africa) ટીમ વર્લ્ડકપ બાદ પોતાના પ્રથમ દ્વિપક્ષીય પ્રવાસે ભારત (India) આવી ચુકી છે. વર્લ્ડકપમાં નિરાશાજનક પ્રદર્શન બાદ ટીમમાં ઘણા બદલાવ થયા છે. ટીમ મેનેજમેન્ટથી લઇને ખેલાડી અને કેપ્ટન સુધી તમામ નવા છે.
દક્ષિણ આફ્રિકન (South Africa) ટીમ ભારતમાં ત્રણ ટી-20 મેચ અને ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. જેમાં ધરમશાળામાં રમાનારી પ્રથમ ટી-20 મેચ વરસાદને કારણે રદ થઇ ગઇ હતી અને હવે તેને પોતાની બીજી મેચ મોહાલીમાં રમવાની છે.

હવે બીજી મેચ પહેલા ટીમમાં વધુ એક બદલાવ થયો છે, ટીમને હવે નવો સ્પોન્સર મળી ગયો છે. ભારત પ્રવાસ પર દક્ષિણ આફ્રિકન ટીમને ભારતીય દુધ ઉત્પાદક કંપની અમૂલ (Amul) સ્પોન્સર કરશે. અમૂલે દક્ષિણ આફ્રિકા (South Africa) ક્રિકેટ બોર્ડ સાથે નવો કરાર કર્યો છે, જેની હેઠળ હવે ટીમની જર્સી પર અમૂલ (Amul)નો લોગો જોવા મળશે.

આણંદની અમૂલ (Amul) ડેરી ઉત્પાદ બનાવનારી વિશ્વની નવમી સૌથી મોટી કંપની છે, જ્યારે આ ભારતની સૌથી મોટી ફૂડ કંપની છે. આંતરરાષ્ટ્રીય સિરીઝ માટે અમૂલ સ્ટાન્ડર્ડ બેંક પ્રોટિયાજ સાથે ભાગીદારી કરશે.

દક્ષિણ આફ્રિકા (South Africa) ક્રિકેટ બોર્ડે પણ અમૂલ (Amul) સાથે જોડાવા પર ખુશી વ્યક્ત કરી છે અને તેનું માનવુ છે કે તેને દક્ષિણ આફ્રિકન (South Africa) ટીમને ઉપમહાદ્વીપમાં પ્રશંસકો સાથે જોડાવામાં મદદ મળશે.

આ ભાગીદારી પર દક્ષિણ આફ્રિકન (South Africa) ક્રિકેટ બોર્ડના મુખ્ય કોમર્શિયલ અધિકારી કુગાંડ્રી ગોવેંડરે કહ્યું કે તે અમૂલના આભારી છે. બીજી તરફ અમૂલના મેનેજિંગ ડિરેક્ટર (ડેરી બ્રાંડ) ડૉ આર.એસ.સોઢીએ કહ્યું કે અમારી કંપની દક્ષિણ આફ્રિકન ટીમ સાથે જોડાવા પર ગર્વ અનુભવી રહી છે.

મહત્વપૂર્ણ છે કે આ પહેલા અમૂલ (Amul) ન્યૂઝીલેન્ડ અને વર્લ્ડકપમાં અફઘાનિસ્તાન ટીમ સાથે જોડાઇ ચુકી છે અને તેમને સ્પોન્સર કરી ચુકી છે.

To Top
Translate »