IPL

IPL ટીમ ખરીદવા જઇ રહ્યાં છે અમિતાભ બચ્ચન, જાણો શું છે સત્ય

બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચન IPLની કોઇ ટીમમાં ભાગીદાર બનવા જઇ રહ્યાં છે. જોકે, અમિતાભ બચ્ચને હવે ખુદ આ મામલે ખુલાસો કર્યો છે. અમિતાભ બચ્ચનનું કહેવુ છે કે આ રીતની માત્ર અફવા છએ. તે આઇપીએલની કોઇ પણ ટીમના ભાગીદાર નહી બને. જોકે, પહેલા સમાચાર હતા કે અમિતાભ બચ્ચન ચેન્નાઇ સુપરકિંગ્સ અને રાજસ્થાન રોયલ્સના ભાગીદાર બની શકે છે.

અમિતાભ બચ્ચન નથી ખરીદે ક્રિકેટ ટીમ

મહત્વપૂર્ણ છે કે બચ્ચન પરિવારે સ્પોર્ટ્સ લીગમાં પહેલા જ બે ફ્રેન્ચાઇઝીના અધિકાર લઇ રાખ્યા છે. ફૂટબોલ લીગ ઇન્ડિયન સુપર લીગ (આઇએસએલ)માં પરિવાર પાસે ચેન્નાઇયન એફસીમાં ભાગીદાર છે અને તે પ્રો-કબડ્ડી લીગ (પીકેએલ)માં જયપુર પિંક પેન્થર્સની ટીમનો માલિક પણ બચ્ચન પરિવાર પાસે છે. અમિતાભ બચ્ચન અવાર નવાર ક્રિકેટથી લઇને ફૂટબોલ જગતમાં ટ્વીટ કરતા રહે છે. આઇપીએલ 2019ની શરૂઆત આ વર્ષે 23 માર્ચથી શરૂ થશે.

To Top