Latest News

અમિત શાહનું મોટુ નિવેદન, વડાપ્રધાન મોદીને આપ્યુ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનો શ્રેય

આગામી કેટલાક મહિનામાં ગુજરાતના સૌથી મોટા શહેર અને આર્થિક પાટનગર અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું અનાવરણ થવાનું છે. નવી ટેકનિકથી લેશ અને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ સાથે તૈયાર થઇ રહેલા આ સ્ટેડિયમની ક્ષમતા 1.10 લાખ હશે. આ સ્ટેડિયમ 1982માં બનેલા સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમ જેની ક્ષમતા 50 હજાર લોકોના બેઠવાની હતી તેની જગ્યા લઇ લેશે.

આ સ્ટેડિયમને લઇને કેન્દ્રીય ગૃહમંત્રી અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ અમિત શાહે વડાપ્રધાનને શ્રેય આપ્યો છે. અમિત શાહે કહ્યું કે આ વડાપ્રધાનનું સ્વપ્ન હતું જે હવે સાકાર થઇ રહ્યું છે, તેમણે આગળ કહ્યું કે વડાપ્રધાન ઇચ્છતા હતા કે સૌથી વધુ પસંદ કરનારી ક્રિકેટની આ રમતને સૌથી મોટુ અને આધુનિક સ્ટેડિયમ ગુજરાત અને ભારતમાં હોય.

આ નવા સ્ટેડિયમનું ઉદ્દઘાટન આગામી વર્ષે જાન્યુઆરીમાં થવાની આશા છે, જેનું નિર્માણ વર્ષ 2017માં શરૂ થયુ હતું અને નવ મહિનામાં જૂના સ્ટેડિયમને પાડી દેવામાં આવ્યુ હતું. તે બાદ નવા સ્ટેડિયમનું નિર્માણ કાર્ય શરૂ થયુ હતું.

ગત ત્રણ દાયકામાં જૂના સ્ટેડિયમે કેટલીક તમામ ઐતિહાસીક ક્ષણોને જોયુ હતું જેમ 1987માં સુનીલ ગાવસ્કરના 10 હજાર રન, કપિલ દેવની 434 વિકેટ, સચિન તેંડુલકરની ટેસ્ટ મેચમાં પ્રથમ બેવડી સદી અને 2011ના વર્લ્ડકપની ક્વાર્ટર ફાઇનલમાં ભારતની ઓસ્ટ્રેલિયા પર જીત.આ સમયે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ એક લાખની ક્ષમતા સાથે વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ છે.

અમદાવાદમાં તૈયાર થયુ વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ, જુઓ નજારો

 

 

To Top
Translate »