IPL

IPL 2020માં આવી હોઇ શકે છે મુંબઇ ઇન્ડિયન્સની પ્લેઇંગ ઇલેવન, પૂર્વ ભારતીય ક્રિકેટરે કર્યુ સિલેક્શન

ભારતીય ક્રિકેટ ટીમ (Team India)ના પૂર્વ ઓપનર બેટ્સમેન અને ક્રિકેટ કોમેન્ટેટર આકાશ ચોપરા (Akash Chopra)એ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL2020)ની સીઝન માટે પ્રથમ મેચ માટે મુંબઇ ઇન્ડિયન્સ (Mumbai Indians)ની પ્લેઇંગ ઇલેવનની પસંદગી કરી છે. આકાશ ચોપરાએ આ પ્લેઇંગ ઇલેવનનું સિલેક્શન કર્યુ છે જેની સાથે મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા પ્રથમ મેચમાં ચેન્નાઇ સુપરકિંગ્સ વિરૂદ્ધ 19 સપ્ટેમ્બરે મેદાનમાં ઉતરી શકે છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઇ ઇન્ડિયન્સ પાંચમી વખત ઇન્ડિયન પ્રીમિયર લીગનો ખિતાબ જીતવા માટે 19 સપ્ટેમ્બરે ચેન્નાઇ સુપરકિંગ્સ સામે મેચ રમીને પ્રારંભ કરશે.

આકાશ ચોપરાએ ચાર વખતની આઇપીએલ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સની બેસ્ટ ઇલેવન પસંદ કરવાનો પ્રયાસ કર્યો છે અને કહ્યુ છે કે તેની માટે ઓપનરમાં કેપ્ટન રોહિત શર્મા સાથે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ક્વિન્ટન ડી કોક હોવો જોઇએ. જો આ બન્ને ટીમને વિસ્ફોટક શરૂઆત અપાવે છે તો પછી મુંબઇની ટીમ કોઇ પણ પડકારને મેળવી શકે છે અને મોટામાં મોટો સ્કોર વિરોધી ટીમ વિરૂદ્ધ ઉભો કરી શકે છે. મુંબઇ ઇન્ડિયન્સની ટીમ આ વખતે પણ મજબૂત જોવા મળી રહી છે.

ટીમમાં ચાર ઓલ રાઉન્ડર

ક્રિકેટ એક્સપર્ટ આકાશ ચોપરાએ ત્રણ નંબર પર ઇશાન કિશનને રાખ્યો છે જ્યારે ચાર નંબર પર તેણે સૂર્યકુમાર યાદવને રાખ્યો છે. પાંચમા નંબર પર આકાશ ચોપરાએ કિરોન પોલાર્ડને પસંદ કર્યો છે. આકાશ ચોપરાએ મુંબઇ ઇન્ડિયન્સમાં એક કે બે નહી પણ ચાર ઓલ રાઉન્ડરને સામેલ કર્યા છે. પોલાર્ડ સિવાય આ ટીમમાં હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા અને નાથન કુલ્ટર નાઇલને પસંદ કર્યો છે.

આકાશ ચોપરાએ નંબર 6 પર હાર્દિક પંડ્યા, 7 નંબર પર કૃણાલ પંડ્યા અને 8 નંબર પર નાથન કુલ્ટર નાઇલને પ્લેઇંગ ઇલેવનમાં રાખ્યો છે. બોલર તરીકે આકાશ ચોપરાએ મુંબઇ ઇન્ડિયન્સની પ્લેઇંગ ઇલેવનમાં જસપ્રિત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ અને રાહુલ ચહરને જગ્યા આપી છે. બુમરાહ અને બોલ્ટ ફાસ્ટ બોલર છે જ્યારે રાહુલ ચહર સ્પિનર છે પરંતુ તેને વધુ અનુભવ નથી.

આકાશ ચોપરાની મુંબઇ ઇન્ડિયન્સની પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા (Rohit Sharma) (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કિરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, નાથન કુલ્ટર નાઇલ, જસપ્રિત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ, રાહુલ ચહર.

To Top
Translate »