Expert Comment

ટીમ ઇન્ડિયાના ચીફ સિલેક્ટરની રેસમાં સૌથી આગળ અગરકર, આ નામ પણ ચર્ચામાં

પૂર્વ ફાસ્ટ બોલર અજીત અગરકર (Ajit Agarkar) રાષ્ટ્રીય પસંદગીકાર બનવાની રેસમાં સામેલ થઇ ગયો છે. 42 વર્ષના અગરકર પસંદગી સમિતીનો અધ્યક્ષ પણ બની શકે છે. મુંબઇની સીનિયર પસંદગી સમિતીના પૂર્વ અધ્યક્ષ અગરકર રાષ્ટ્રીય પસંદગી સમિતીના અધ્યક્ષ બનવાની રેસમાં સામેલ છે, કારણ કે નવા બંધારણમાં ક્ષેત્રીય પ્રણાલીની જોગવાઇ નથી.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ અરજી મોકલવાની તારીખ 24 જાન્યુઆરી નક્કી કરી હતી. અગરકરે 26 ટેસ્ટ, 191 વન ડે અને ચાર ટી-20 મેચ રમી 349 વિકેટ ઝડપી છે. વન ડે ઇન્ટરનેશનલમાં તેના નામે 288 વિકેટ છે.

વન ડેમાં અગરકર (288) ભારતના ત્રીજા સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર છે. અનિલ કુંબલે (334 વિકેટ) અને જવાગલ શ્રીનાથ (315 વિકેટ) જ તેનાથી આગળ છે. પોતાના સમયમાં સૌથી વધુ બોલરમાંથી એક અગરકરે માત્ર 23 મેચમાં 50 વિકેટ પુરી કરવાની સિદ્ધિ મેળવી હતી. સૌથી ઝડપી 50 વિકેટ (19 મેચ) લેવાનો વર્લ્ડ રેકોર્ડ શ્રીલંકાના અજંથા મેન્ડિસના નામે છે.

બીસીસીઆઇના એક અધિકારીએ કહ્યું, અજિતનું રેસમાં સામેલ થવુ રસપ્રદ છે, તેણે ઘણુ સમજી વિચારીને અરજી કરી હશે. જો કોઇને લાગે છે કે શિવા (લક્ષ્મણ શિવરામકૃષ્ણન)ની પસંદગી સમિતીના અધ્યક્ષ નક્કી છે, તો તેમણે ફરી વિચાર કરવો પડશે. આ જોવુ રસપ્રદ હશે કે તેમણે પસંદગીકાર પસંદ કરવામાં આવે છે.

અરજી કરનારા પૂર્વ ક્રિકેટર

– અજિત અગરકર (મુંબઇ)
– વેંકટેશ પ્રસાદ (કર્ણાટક)
– ચેતન શર્મા (હરિયાણા)
– નયન મોંગિયા (વડોદરા)
– લક્ષ્મણ શિવરામકૃષ્ણન (તમિલનાડુ)
– રાજેશ ચૌહાણ (મધ્ય પ્રદેશ)
– અમય ખુરાસિયા (મધ્ય પ્રદેશ)
– ઉત્તર પ્રદેશના જ્ઞાનેંદ્ર પાંડે (યોગ્ય નથી કારણ કે જૂનિયર પસંદગીકારના રૂપમાં ચાર વર્ષ પૂર્ણ કરી ચુક્યા છે)
– વિદર્ભના પ્રીતમ ગંધે (જૂનિયર પસંદગીકાર રહી ચુક્યા છે)

શ્રેયસ અય્યરના 58 રન, ભારતે પ્રથમ ટી-20 મેચમાં ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું

 

To Top
Translate »