IPL

IPL 2020 પહેલા દિલ્હી કેપિટલ્સનો મોટો દાવ, આ ખેલાડી ટીમમાં થઇ શકે છે સામેલ

IPL 2020 સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હી કેપિટલ્સની ટીમ વધુ એક ટ્રેડ કરવાનું મન બનાવી ચુકી છે. તાજેતરમાં દિલ્હી કેપિટલ્સે મુંબઇ ઇન્ડિયન્સ સાથે એક ટ્રેડ કરી હતી, જેમાં તેને શેરફન રધરફોર્ડની જગ્યાએ મયંક માર્કન્ડેને ટીમમાં સામેલ કર્યો હતો. આ સિવાય દિલ્હીની ટીમ એક વધુ ટ્રેડ કરવા જઇ રહી છે.

સુત્રોની માનીએ તો દિલ્હી કેપિટલ્સની ટીમ મેનેજમેન્ટ રાજસ્થાન રોયલ્સના ઓપનર બેટ્સમેન અજિંક્ય રહાણેને ટીમમાં સામેલ કરવાનું મન બનાવી ચુક્યુ છે. એવામાં બની શકે કે અજિંક્ય રહાણે આઇપીએલની આગામી સિઝનમાં શ્રેયસ અય્યરની કેપ્ટન્સી ધરાવતી દિલ્હી કેપિટલ્સ માટે રમતા નજરે પડશે.જોકે, હજુ ઓફિશિયલ પૃષ્ટીને લઇને આ વાત નથી થઇ કે રહાણે ટીમમાં સામેલ થશે કે નહી.

અજિંક્ય રહાણે આઇપીએલ 2019ની સિઝન રાજસ્થાન રોયલ્સના કેપ્ટન તરીકે રમ્યો હતો અને પછી વચ્ચે તેને કેપ્ટન્સી છોડી દીધી હતી. તે બાદ સ્ટીવ સ્મિથને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો પરંતુ બાદમાં જ્યારે સ્ટીવ સ્મિથ પોતાના દેશ રવાના થઇ ગયો ત્યારે ફરી અજિંક્ય રહાણેએ ટીમની કેપ્ટન્સી કરવી પડી હતી.જોકે, ટીમ પ્લે ઓફમાં જગ્યા બનાવી શકી નહતી પરંતુ અજિંક્ય રહાણેએ ટૂર્નામેન્ટમાં શાનદાર બેટિંગ કરી હતી.

મહત્વપૂર્ણ છે કે દિલ્હી કેપિટલ્સે ગત સિઝનમાં શિખર ધવનને પણ પ્લેયર્સ ટ્રેડમાં ટીમમાં સામેલ કર્યો હતો. આ વખતે ટીમ મેનેજમેન્ટ ઇચ્છે છે કે અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણે ટીમમાં સામેલ થાય અને શિખર ધવન સાથે ઓપનિંગ જોડીને મજબૂતી આપે, સુત્રોની માનીએ તો બન્ને ટીમ વચ્ચે અજિંક્ય રહાણેને લઇને પેપર વર્ક ચાલી રહ્યું છે. આશા છે કે દિલ્હી કેપિટલ્સ મેનેજમેન્ટ તેની જાહેરાત જલ્દી કરી શકે છે.

સુત્રોએ કહ્યું, ‘હાં, દિલ્હી કેપિટલ્સની ટીમ અજિંક્ય રહાણેએ પોતાની ટીમમાં સામેલ કરવા માંગે છે પરંતુ હજુ તેની પર સ્પષ્ટ રીતે કઇ કહેવુ ઉતાવળભર્યુ હશે. એક ટીમથી બીજી ટીમમાં જવા માટે તમામ વસ્તુ પર ધ્યાન આપવાનું હોય છે. સુત્રોનું એમ પણ કહેવુ છે કે અજિંક્ય રહાણે રાજસ્થાનની ટીમ માટે એક બ્રાંડ એમ્બેસેડર જેવો છે, એવામાં મુશ્કેલ બની શકે છે પરંતુ બન્ને ટીમો વચ્ચે વાતચીત ચાલુ છે.

To Top
Translate »