IPL

પ્રેક્ટિસ મેચમાં RCB હાર્યુ, અફઘાનિસ્તાને 28 રને હરાવ્યું

આયરલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ આ મહિનાના અંતમાં ત્રણ મેચની ટી-20 સિરીઝ, પાંચ મેચની વન ડે સિરીઝ અને 1 ટેસ્ટ મેચ રમશે. સાથે જ સિરીઝ બાદ આ ખેલાડી આઇપીએલમાં પણ નજરે પડશે. આ ટીમ પહેલાથી જ બેંગલુરૂમાં ટ્રેનિંગ કેમ્પમાં છે અને આ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સાથે પ્રેક્ટિસ મેચ રમતા નજરે પડ્યા હતા જેમાં અફઘાનિસ્તાનનો 28 રને વિજય થયો હતો.

અફઘાનિસ્તાનનો થયો વિજય

અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 181 રન બનાવ્યા હતા. કેપ્ટન અશગર અફઘાને સૌથી વધુ 47 રન બનાવ્યા હતા. હજરતુલ્લાહ જજાઇ અને શમીઉલ્લાહ શેનવારીએ પણ સારી રમત બતાવી હતી. જજાઇએ 43 અને શેનવારીએ 26 રન બનાવ્યા હતા.

જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ 20 ઓવરમાં 152 રન જ બનાવી શકી હતી અને આ મેચ 28 રને હારી ગઇ હતી. હિમ્મત સિંહે આક્રમક રમત રમતા 65 રન બનાવ્યા હતા. હિમ્મત ટીમને જીતાડી શકતો હતો પણ સામે છેડેથી તેને કોઇ સાથ મળ્યો નહતો. ચાઇનામેન બોલર ઝહિર ખાને અફઘાનિસ્તાન ઇલેવન માટે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.

To Top