IPL

IPLની ફાઇનલમાં જોવા મળી માત્ર એક ઝલક, આ યુવતીના દિવાના થયા લોકો

IPL 12ની ફાઇનલ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સની જીત થઇ હોય પણ આ બધાનું દિલ કોઇ બીજાએ જીતી લીધુ છે. સોશિયલ મીડિયા પર લોકો આરસીબી ગર્લ દીપિકા ઘોષ બાદ હવે મુંબઇ ઇન્ડિયન્સના ફેન ગર્લ પર ફિદા થઇ ગયા છે. જ્યારે મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સની મેચ રમાઇ હતી આ દરમિયાન કેમેરામેનની નજર એક ફેન્સ ગર્લ પર પડી હતી. ટીવી પર આ યુવતીની એક ઝલકે સોશિયલ મીડિયા પર તેને લોકપ્રિય કરી દીધી હતી.ઇન્ટરનેટ પર જ્યારે તેની તસવીર વાયરલ થઇ ત્યારે લોકો શોધવા લાગ્યા કે આ મિસ્ટ્રી ગર્લ કોણ છે.

IPL ફાઇનલમાં જોવા મળેલી મિસ્ટ્રી ગર્લ કોણ છે?

આ મિસ્ટ્રી ગર્લનું નામ અદિતી હુંડિયા છે,તે ફેશન અને ગ્લેમરસની દુનિયાનો જાણીતો ચહેરો છે, તેના નામથી અત્યાર સુધી કેટલાક ફેન પેજ અને ફેક એકાઉન્ટ પણ બની ચુક્યા છે. અદિતી રાજસ્થાનના જયપુરની છે અને તેને અહીથી મોડલિંગની કરિયર શરૂ કરી હતી. અદિતીએ ફેમિના મિસ ઇન્ડિયા 2017 માટે ઓડીશન આપ્યુ અને સિલેક્ટ પણ થઇ ગઇ હતી. અદિતીએ ફેશનની દુનિયામાં પોતાની પ્રથમ સફર મિસ ઇન્ડિયા 2017ની સ્પર્ધા સાથે શરૂ કરી હતી જ્યાં તેને FBB કલર્સ ફેમિના મિસ ઇન્ડિયા રાજસ્થાનનો ખિતાબ મળ્યો હતો.

 

View this post on Instagram

 

And if your light goes out , I ache to be that spark , To reignite, you’ll never , Have to feel the dark 🌸⭐️ #💄byme

A post shared by Aditi Hundia (@aditihundia) on

2018માં અદિતીએ મિસ દિવા 2018નો ખિતાબ જીત્યો હતો જ્યા તેને મિસ દિવા સુપરનેશનલ ટાઇટલ મળ્યુ હતું. તે પોલેન્ડમાં પણ મિસ સુપરનેશનલ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચુકી છે. અદિતી હુંડિયાએ Elite મિસ રાજસ્થાન 2016માં પણ ભાગ લીધો હતો અને પ્રથમ રનર અપ રહી હતી.અદિતીએ આ સ્પર્ધામાં મિસ બ્યૂટીફુલ આઇજ અને મિસ બોડી બ્યૂટીફુલનો ટાઇટલ પણ જીત્યો હતો.અદિતી ક્રિકેટની દીવાની છે, વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોનીની તે સૌથી મોટી પ્રશંસક છે.

સોશિયલ મીડિયા પર પોપ્યુલર બની યુવતી

અદિતીના ઇંસ્ટાગ્રામ પર ફોલોઅર્સ વધી રહ્યાં છે. કેટલાક કલાકની અંદર જ તેના 93 હજાર ફોલોઅર્સ થઇ ચુક્યા છે. એક યૂઝરે લખ્યુ, આરસીબી ગર્લનો ક્રેઝ પૂર્ણ, હવે મુંબઇ ઇન્ડિયન્સ ગર્લનો વારો. એક અન્ય યૂઝરે લખ્યુ, અદિતી તો ટીમ માટે લેડીલક સાબિત થઇ. ઇંસ્ટાગ્રામ પર દરેક તસવીરમાં તે ગ્લેમરસ અને સુંદર નજરે પડે છે.

 

View this post on Instagram

 

Live , laugh & love 💗 #happygirlsaretheprettiest

A post shared by Aditi Hundia (@aditihundia) on

To Top
Translate »