IPL

IPLમાં એડમ ઝમ્પાને મળ્યુ સ્થાન, વિરાટ કોહલીની ટીમનો આ ખેલાડી થયો બહાર

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB)એ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર કેન રિચર્ડસનના સ્થાને લેગ સ્પિનર એડમ ઝમ્પાને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. કેન રિચર્ડસન પોતાના પ્રથમ બાળકના જન્મને કારણે 19 સપ્ટેમ્બરથી સંયુક્ત અરબ અમીરાત (UAE)માં રમાનાર ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી ખસવાનો નિર્ણય કર્યો હતો.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ ટ્વીટ કર્યુ, ‘અમે આરસીબીમાં એડમ ઝમ્પાનું સ્વાગત કરવા માટે રોમાંચિત છીએ, તે કેન રિચર્ડસનની જગ્યા લેશે.’ ફ્રેન્ચાઇઝીએ કહ્યુ, ‘આરસીબી પરિવાર કેન અને તેની પત્નીને શુભેચ્છા પાઠવે છે જેમના ઘરે પ્રથમ બાળક આવવાનું છે. અમે રિચર્ડસનના ટૂર્નામેન્ટમાંથી હટવાના નિર્ણયનું સમ્માન કરીએ છીએ.

એડમ ઝમ્પાના આવવવાથી આરસીબીના સ્પિન વિભાગને મજબૂતી મળી છે, તેની ટીમમાં પહેલા જ યુઝવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, મોઇન અલી અને પવન નેગીના રૂપમાં સારા સ્પિનર છે.

એડમ ઝમ્પા બીજી વખત આઇપીએલમાં રમશે. આ પહેલા તે રાઇજિંગ પૂણે સુપરજાયન્ટ તરફથી રમી ચુક્યો છે. ગત વર્ષે આઇપીએલની હરાજીમાં તેણે કોઇ ફ્રેન્ચાઇઝીએ ખરીદ્યો નહતો. જ્યારે રિચર્ડસનને આરસીબીએ ચાર કરોડ રૂપિયામાં પોતાની ટીમ સાથે જોડ્યો હતો. રિચર્ડસન અને એડમ ઝમ્પા ઓસ્ટ્રેલિયાની ટીમ સાથે ઇંગ્લેન્ડના પ્રવાસે છે.

To Top
Translate »