Latest News

એબીડી વિલિયર્સની ટી-20 ક્રિકેટમાં થશે વાપસી, આ ક્લબ સાથે કર્યો કરાર

દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટ્સમેન એબીડી વિલિયર્સ ક્રિકેટમાં પરત ફરશે. ડી વિલિયર્સે ઇંગ્લિશ કાઉન્ટી ક્લબ મિડલસેક્સ સાથે આગામી ટી-20 બ્લાસ્ટ માટે કરાર કર્યો છે. મિડલ સેક્સે તેની જાહેરાત કરી છે.

ડી વિલિયર્સ ક્રિકેટમાં પરત ફરશે

મિડલ સેક્સના કોચ સ્ટુઅર્ટ લૉએ ડી વિલિયર્સના રૂપમાં બીજા આંતરરાષ્ટ્રીય ખેલાડીને જોડ્યો છે. આ પહેલા અફઘાનિસ્તાનનો યુવા સ્પિનર મુજીબ ઉર રહમાન ક્લબ સાથે જોડાઇ ચુક્યો છે. 35 વર્ષીય ડી વિલિયર્સ પહેલા સાત પ્રવાસ માટે હાજર રહેશે અને ટૂર્નામેન્ટ બાદ ચરણમાં રમવાનો નિર્ણય આ સ્થિતિને જોતા લેશે. ડી વિલિયર્સ ટી-20 બ્લાસ્ટની તામ ટૂર્નામેન્ટમાં રમતો આવ્યો છે. ડી વિલિયર્સ આઇપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ તરફથી રમતો જોવા મળશે.

To Top