Off The Field

ઓસ્ટ્રેલિયાની ટીમમાં રમશે 7 વર્ષનો આ બાળક, આવુ છે કારણ

ભારત સામે બોક્સિંગ ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની ટીમમાં એક નવા ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાની ટીમમાં 7 વર્ષના લેગ સ્પિનર આર્ચી શિલરને સામેલ કરવામાં આવ્યો છે. આર્ચી ટીમ પેન સાથે ટીમનો વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આર્ચી હાર્ટની બીમારી સામે લડી રહ્યો છે જેને કારણે મેક-એ-વિશ ફાઉન્ડેશનના પ્રયાસોના પરિણામે તેને ટીમમાં સામેલ કરાયો છે. આ સંગઠન મુશ્કેલ હાલતનો સામનો કરી રહેલા બાળકોની ઇચ્છા પુરી કરે છે.

ભારત સામે રમશે આર્ચી

આર્ચીએ એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ સેશનમાં પણ ભાગ લીધો હતો. આર્ચીએ આટલી નાની ઉંમરમાં અનેક પીડા સહન કરવી પડી છે.જ્યારે તે ત્રણ મહિનાનો હતો ત્યારે તેનું સાત કલાક સુધી હાર્ટનું ઓપરેશન થયુ હતું. છ મહિના બાદ તેના હાર્ટમાં ફરી વાલ્વ અને ધબકારા સાથે જોડાયેલી સમસ્યા સામે આવી હતી. જેને કારણે ફરી તેનું ઓપરેશન કરવુ પડ્યુ. ગત વર્ષે ડિસેમ્બરમાં તેની સમસ્યા ફરી સામે આવી હતી અને આર્ચીની મેલબોર્નમાં ત્રીજી વખત ઓપન-હાર્ટ સર્જરી કરાઇ હતી.

To Top