Latest News

અંતિમ બોલમાં 6 રનની હતી જરૂર, બેટ લગાવ્યા વિના જીતી લીધી મેચ

મુંબઇના આદર્શ ક્રિકેટ ક્લબના મેદાન પર દેસાઇ અને જુની ડોમ્બીવલી વચ્ચે મેચ દરમિયાન દેસાઇ ટીમે વિરોધી બોલરોની ભૂલને કારણે એક બોલ પર બેટ લગાવ્યા વિના 6 રન બનાવી લીધા હતા.

બોલરની ભૂલનો વીડિયો વાયરલ

બોલરની આ ભૂલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. બેટિંગ કરનારી ટીમને જીત માટે અંતિમ બોલમાં 6 રનની જરૂર છે પરંતુ જ્યારે તે ટીમે જીત મેળવી ત્યારે મેચમાં એક બોલ ફેકવાની બાકી હતી.ડોમ્બીવલીના બોલરે તમામ બોલ વાઇડ નાખતા દેસાઇ ટીમ મેચ જીતી ગઇ હતી.

To Top