Latest News

વર્લ્ડકપ 2019 સૌથી વધુ જોવામાં આવેલી ICC ટૂર્નામેન્ટ બની

પુરૂષ ક્રિકેટ વર્લ્ડકપ 2019 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની સૌથી વધુ જોવામાં આવેલી ટૂર્નામેન્ટ બની ગઇ છે જેનું સીધુ પ્રસારણ વૈશ્વિક સ્તર પર કુલ એવરેજ એક અરબ 60 કરોડ લોકોએ જોઇ હતી.

આઇસીસીએ પ્રેસ જાહેરાતમાં કહ્યું, ડિજિટલ મંચ પર મેચોના સીધા પ્રસારણ મામલે ભારત ટોપ પર રહ્યું હતું જેમાં હોટસ્ટારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સેમિ ફાઇનલ દરમિયાન 2 કરોડ 53 લાખ દર્શકોના મેચ લાઇવ જોવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

આ ઇતિહાસની આઇસીસીની સૌથી વિસ્તારથી ઉપલબ્ધ ટૂર્નામેન્ટ પણ રહી હતી. આઇસીસીના 25 પ્રસારણ ભાગીદારોએ 200થી વધુ વિસ્તારમાં 2000થી વધુ કલાક સીધુ પ્રસારણ,રિપીટ અને મુખ્ય અંશ આપ્યા હતા.

નિવેદનમાં કહેવામાં આવ્યું, વૈશ્વિક સ્તર પર સૌથી વધારે દેખવામાં આવેલી મેચ ભારત VS પાકિસ્તાન (India vs Pakistan) રહી, જેને 27.30 કરોડ ટીવી દર્શકો મળ્યા અને પાંચ કરોડ અન્ય લોકોએ તેને ડિઝિટલ મંચ પર જોઈ.

વર્લ્ડ કપ જોવાનો સમય પણ વધ્યો

આ વખતના વર્લ્ડ કપને જોવાના સમયમાં પણ 42 ટકાનો વધારો થયો છે. આ મુદ્દે આઈસીસીના મનુ સાહનીએ જણાવ્યું કે, આ અસાદારણ નંબર લાઈવ ક્રિકેટની તાકાત છે અને પૂરી દુનિયામાં વિભિન્ન દર્શકો સાથે જોડાવાની કહાની છે.

દોઢ કરોડ લોકો જોઈ રહ્યા હતા ફાઈનલ

વર્લ્ડ કપની ફાઈનલ મેચને દોઢ કરોડ લોકો જોઈ રહ્યા હતા, જ્યારે સુપર ઓવરની શરૂઆતમાં 89 લાખ લોકો મેચની મજા માણી રહ્યા હતા. આઈસીસીની મીડિયા રાઈટ્સ, બ્રોડકાસ્ટ અને ડિઝિટલની મુખ્ય આરતી ડબાસે જણાવ્યું કે, પહેલાની તુલનામાં ઘણા બધા લોકો ઘણા કલાકો સુધી ક્રિકેટ જોઈ રહ્યા છે. ડિઝિટલ પ્લેટફોર્મ પર લોકો દ્વારા ક્રિકેટ જોવું એ વાતનો પૂરાવો છે કે, લોકો આ ખેલને લઈ કેટલા દિવાના છે.

To Top
Translate »