Expert Comment

માનવામાં ન આવે એવી ક્રિકેટ જગતની 15 સત્ય હકીકતો

૧. સૌરવ ગાંગુલી દુનિયામાં એક માત્ર એવો ક્રિકેટર છે, જેને વન ડેમાં ઉપરા ઉપરી ૪ વખત “મેન ઓફ ધ મેચ” નો એવોર્ડ મળેલ છે. આ એવોર્ડ્સ તેણે ફક્ત ૮ દિવસના સમયગાળામાં એચીવ કરેલ છે. (૧૪ સપ્ટેમ્બર – ૨૧ સપ્ટેમ્બર ૧૯૯૭)

૨. આફ્રીદીએ આજ સુધી ૩૯૫+ વન ડે મેચ રમેલા છે. જેમાં એણે ૮૦૦૦+ રન બનાવ્યા, જેમાં ૬ સદી અને ૩૯ અર્ધ સદી, આશ્ચર્યની વાત એ છે કે આ દરમ્યાન એ કોઈ પણ ઇનિંગ્સમાં ૧૦૦ બોલ ક્યારેય નથી રમ્યો. (એણે વધુમાં વધુ ૯૪ બોલ રમેલા જેમાં ૧૨૪ રન બનાવેલા જે એનો હાઈ સ્કોર છે)

૩. આજ સુધી સચિને રમેલી ૪૦૩ ઇનિંગ્સમાં જ્યારે તેણે ૧૦૦થી ઓછા રન કર્યા હોય ત્યારે નીચે આપેલા સ્કોર પર તેણે ક્યારેય ઇનિંગ્સ પૂરી કરી નથી.

૫૬, ૫૮, ૫૯, ૭૫, ૭૬ અને ૯૨ – બાકી બધા સ્કોર પર સચિનનું નામ બોલે છે.

૪. ૨૨ યાર્ડ લંબાઈની પીચ. – એ એક એવો નિયમ છે જે ક્રિકેટના ઇતિહાસમાં હજુ એક પણ વાર બદલવામાં આવ્યો નથી.

૫. ક્રિકેટના ઇતિહાસમાં એવા ખેલાડીઓ છે કે જેઓ ખુબ જ લાંબા સમય સુધી ક્રિકેટ રમ્યા છે, પરંતુ એક વખત પણ મેન ઓફ ધ મેચનો ખિતાબ મેળવી શક્યા નથી. જેમાં નયન મોંગિયા (૧૪૦ વન ડે) અને સૈયદ કિરમાણી (૮૮ ટેસ્ટ) નો સમાવેશ થાય છે.

૬. ઇન્ઝમામના નામે એક જબ્બરદસ્ત રેકોર્ડ નોંધાએલ છે – વન ડે ક્રિકેટમાં પહેલી જ વાર બોલિંગ કરતા ઇન્ઝમામે પોતાના કેરિયરના પહેલા જ બોલે વિકેટ લીધેલી. અને એ પણ બ્રાયન લારા જેવા ખમતીધર બેટ્સમેનની.

વાત અહી અટકતી નથી. આવો જ રેકોર્ડ અત્યારની ભારતીય ટીમના એક ખેલાડીના નામે પણ છે. જાણો છો એ કોણ છે?

વિરાટ કોહલી – ઇંગ્લેન્ડ સામેની આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી૨૦ મેચમાં પોતાના કરિયરની પ્રથમ ઓવરના પહેલા જ દડે કોહલીએ કેવિન પીટરસનની વિકેટ ખેરવી હતી.

૭. નહિ માનો, પણ શ્રીલંકાના સનાથ જયસુર્યાએ વનડે ક્રિકેટમાં ઓસ્ટ્રેલીયાના શેન વોર્ન કરતા પણ વધારે વિકેટો લીધેલી છે !

૮. ૨૦૧૪ સુધી, મહિલા જયાવર્ધને કુલ ૧૬ સદી ફટકારેલી હતી. આ ૧૬ પ્રસંગો પૈકી, શ્રીલંકા ફક્ત એક જ વખત હારેલું અને તે મેચ એટલે ૨૦૧૧ની વર્લ્ડ કપની ફાઈનલ ! બાકી, એવું સેટ થઇ ગયેલું કે જયવર્ધને સદી મારે એટલે લંકા જીતે જ !

૯. જ્યારે વિરાટ કોહલીએ વન ડેમાં પ્રથમ સદી ફટકારી હતી ત્યારે ક્રીસ ગેઈલનાં નામે ૧૯ સદી હતી. આજે, ગેઈલની 22 અને કોહલીની 27 છે !

૧૦. તમને આશ્ચર્ય થશે, સચિન તેંદુલકર દુનિયામાં એક માત્ર એવો બોલર છે જેણે બે વાર વન ડે ક્રિકેટની છેલ્લી ઓવરમાં હરીફ ટીમને ૬ કે તેથી ઓછા રન જોઈતા હોય અને તેણે ન થવા દીધા હોય.

૧૯૯૩માં કોલકાતામાં સાઉથ આફ્રિકાને છેલ્લી ઓવરમાં જ્યારે ૬ રન કરવાના હતા ત્યારે ૩ રન જ થવા દીધા હતા અને ઇન્ડિયા ૨ રનથી જીત્યું હતું.

૧૯૯૭ માં મોહાલીમાં ઓસ્ટ્રેલીયાને જ્યારે ૬ રન કરવાના હતા ત્યારે સચિને પેલા જ બોલે તેમની દસમી વિકેટ લીધી હતી અને ઈન્ડિયાને જીતાવ્યું હતું.

અને સૌથી વધારે આશ્ચર્યની વાત તો એ છે કે બંને મેચોમાં સચિનની એ એક માત્ર ઓવર હતી.

૧૧. સ્ટુઅર્ટ કલાર્ક, વસીમ અક્રમ, બ્રેટ લી, ગ્લેન મેકગ્રા, શોન પોલોક, ડેલ સ્ટેઇન, અને કપિલ દેવ આ દુનિયા ફક્ત સાત એવા ક્રિકેટરો છે – જેમાં એક વસ્તુ સમાન છે.

આ બધાએ ઇનિંગ્સના પ્રથમ અને છેલ્લા બોલે વિકેટ લીધી છે.

૧૨. ૧૮૭૦ માં એક ઓસ્ટ્રેલિયન ક્રિકેટર જ્યોર્જ બેઈલી હતા કે જેઓ હાલમાં ઓસ્ટ્રેલીયા તરફથી રમતા પ્લેયર જ્યોર્જ બેઈલીના દાદાના દાદા હતા.

૧૩. ઝહિર ખાન દુનિયામાં એક માત્ર એવો બોલર છે જેણે વર્લ્ડ કપમાં ઉપરાઉપરી ૩ મેઈડન ઓવર નાખેલી અને તે પણ શ્રીલંકા સામે વર્લ્ડ કપ ૨૦૧૧ની ફાઈનલ મેચમાં જેનો આંકડો નીચે પ્રમાણે હતો :

૪-૩-૨-૧

૧૪. ટેસ્ટ મેચમાં ચોથા નંબર પર આવનારા ભારતીય બેટ્સમેનોએ આજ દિન સુધી ૮૬ સદીઓ ફટકારેલી છે. જેમાંથી:

૪૪ સદીઓ સચિને એકલાએ કરેલી છે; જ્યારે બાકીની ૪૨ સદીઓ કરવા માટે બીજા ૬૪ બેટ્સમેનોની જરૂર પડી !!

૧૫. વિશ્વમાં માત્ર એક જ બેટ્સમેન એવો છે જેણે ટેસ્ટ મેચના પ્રથમ બોલે જ સિક્સ મારી હોય….જાણો છો કોણ ?

ક્રીસ ગેઈલ !

To Top
Translate »