Off The Field

એમએસ ધોનીએ આજના દિવસે જ ફટકાર્યા હતા વન ડેમાં સૌથી વધુ રન, જુઓ Video

એમએસ ધોનીએ 31 ઓક્ટોબર 2005માં શ્રીલંકા વિરૂદ્ધ અણનમ 183 રનની ઇનિંગ રમી ટીમને જીત અપાવી હતી. શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા કુમાર સંગાકારાના અણનમ 138 રન તેમજ મહેલા જયવર્ધનેના 71 રનની મદદથી 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 298 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમની ખરાબ શરૂઆત થઇ હતી અને સચિન 2 રન બનાવી આઉટ થયો હતો. તે બાદ કેપ્ટન રાહુલ દ્રવિડે એમએસ ધોનીને ત્રીજા નંબર પર બેટિંગમાં ઉતાર્યો હતો. એમએસ ધોનીએ 145 બોલમાં અણનમ 183 રન બનાવી ટીમને જીત અપાવી હતી. આ દરમિયાન તેને 15 ફોર અને 10 સિક્સર ફટકારી હતી. આજ સુધી એમએસ ધોનીને આ વન ડેમાં હાઇએસ્ટ સ્કોર છે. ભારતે આ મેચને 6 વિકેટે જીતી લીધી હતી.

મેચની ફુલ હાઇલાઇટ્સ

 

To Top