Expert Comment

વર્લ્ડકપ માટે 12 નામ લગભગ પાક્કા, 3 ખેલાડી માટે થશે રેસ

ઇંગ્લેન્ડમાં યોજાનારા વર્લ્ડકપને શરૂ થવામાં હવે થોડા મહિના જ બાકી છે. ક્રિકેટના આ મહાકુંભ પહેલા ભારત પાસે માત્ર 7 આંતરરાષ્ટ્રીય મેચ છે. એવામાં ભારતીય સિલેક્ટર્સે વર્લ્ડકપ માટે ખેલાડીઓની પસંદગી પર નજર બનાવી રાખી છે. વિરાટ કોહલી 30 મેથી શરૂ થઇ રહેલા વર્લ્ડકપમાં પોતાની પ્રથમ મેચ 5 જૂને દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રમશે. 2019નો વર્લ્ડકપ 30 મેથી 14  જુલાઇ સુધી રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 16 જૂને મેચ રમાશે. ભારતે વર્લ્ડકપમાં હંમેશા પાકિસ્તાનને હરાવ્યું છે.

આ 12 ખેલાડીનું વર્લ્ડકપમાં રમવાનું નક્કી

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, અંબાતી રાયૂડુ, એમએસ ધોની, કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભૂવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી

3 સ્થાન માટે અનેક ખેલાડી રેસમાં

વર્લ્ડકપની ટીમમાં સ્થાન માટે રિષભ પંત અને દિનેશ કાર્તિક વચ્ચે ટક્કર છે. 21 વર્ષનો પંત સિલેક્ટર્સની પ્રથમ પસંદ બની શકે છે.બેકઅપ સીમર તરીકે ખલીલ અહેમદ, ઉમેશ યાદવ  અને વિજય શંકરમાંથી કોઇ એકની પસંદગી થઇ શકે છે. ટીમ મેનેજમેન્ટ વર્લ્ડકપ માટે એક બેકઅપ ઓપનર તરીકે મિડલ ઓર્ડર બેટ્સમેન રાખવા માંગે છે. જેમાં લોકેશ રાહુલ અને  અજિંક્ય રહાણે વચ્ચે ટક્કર જોવા મળી શકે છે.

To Top