Latest News

પાકિસ્તાન ક્રિકેટ ટીમના 10 ખેલાડીઓ કોરોના પોઝિટિવ

ઇંગ્લેન્ડ પ્રવાસના ગણતરીના દિવસો પહેલાં જ પાકિસ્તાન ક્રિકેટ માટે માઠા સમાચાર છે. એક પછી એક તેના બધા ખેલાડીઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. મંગળવારે વધુ 7 પાક. ખેલાડીઓ કોરોના પોઝિટિવ જણાયા. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેના વધુ ખેલાડી સંક્રમિત થયાની પુષ્ટિ આપી છે. સોમવારે પણ ત્રણ ખેલાડીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
મંગળવારે સંક્રમિત જણાયેલામાં ફખર જમાન, ઇમરાન ખાન, કાશિફ ભટ્ટી, મુહમ્મદ હાફિઝ, મુહમ્મદ હસનૈન, મુહમ્મદ રિઝવાન અને વહાબ રિયાઝનો સમાવેશ થાય છે. જ્યારે સોમવારે પણ ત્રણ ક્રિકેટર હૈદર અલી, હારિસ રઉફ અને શાદાબ ખાન પોઝિટિવ જણાયા હતા. મહત્વનું એટલા માટે છે કે પાકિસ્તાન ટીમનો 28 જૂનથી ઇંગ્લેન્ડનો પ્રવાસ શરૂ થઇ રહ્યો છે. સુરક્ષિત વાતાવરણમાં 8 જુલાઇથી ઇંગ્લેન્ડ વિન્ડીઝ સીરિઝ સાથે કોરોના વાઇરસ બાદની ક્રિકેટ સીઝનની શરૂઆત થવાની છે.
શોએબ મલિક અને વકાર યુનુસના ટેસ્ટ લેવાયા

ખેલાડીઓ ઉપરાંત પાક. ટીમના મસાજર મલંગ અલીનો રિપોર્ટ પર પોઝિટિવ આવ્યો છે. જ્યારે શોએબ મલિક, ફિઝિયોથેરાપિસ્ટ ક્લિફ ડેકન અને કોચ વકાર યુનુસનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો છે. તેમનો રિપોર્ટ આવવાનો હજુ બાકી હોવાનું પીસીબીએ જણાવ્યું હતું.

કોઇ પણ ક્રિકેટરમાં કોરોનાના લક્ષણ દેખાયા નહતા

નોંધપાત્ર વાત એ છે કે હૈદર, શાદાબ કે મસાજર સહિતના પાોઝિટિવ જણાયેલા 7 ક્રિકેટરોમાંથી કોઇનામાં સોમવારે ટેસ્ટિંગના પ્રથમ રાઉન્ડ પહેલાં કોવિડ-19ના કોઇ લક્ષણ જણાયા નહતા. હવે પાક. બોર્ડ અગાઉ નેગેટિવ જણાયેલા ક્રિકેટરો અને સપોર્ટિંગ સ્ટાફને 24 જૂને લાહોર લઇ જવાશે અને 25 જૂને બીજો ટેસ્ટ કરાવશે.

પાક. બોર્ડે બધાને ક્વોરન્ટાઇન કર્યા

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની મેડિકલ પેનલે પહોલેથી જ આ તમામ ખેલાડીઓ અને મસાજરને અને તેમના પરિવારજનોને પોતાના ઘરોમાં ક્વોરન્ટાઇનનું સખતપણે પાલન કરવાની સૂચના આપી દીધી છે. પાક. બોર્ડે એક નિવેદનમાં આ વાત જણાવી હતી. પીસીબીના ચીફ એક્ઝિક્યૂટીવ વસીમ ખાને નિવેદનમાં જણાવ્યું હતું કે અગાઉ કોઇ કેટલાક ફિટ ખેલાડીઓ કોઇ લક્ષણ દેખાયા નહતા. તેમનામાં તાજેતરના પોટઝટિવ ટેસ્ટમાં જોખમીહદે વાઇરસ દેખાયા છે.

શાહિદ આફ્રિદી, બાંગ્લાદેશનો મશરફે મુર્તુઝાને પણ ચેપ

અગાઉ 13 જૂને પાક.નો પૂર્વ ખેલાડી શાહિદ આફ્રિદી પણ પોઝિટિવ જણાયો હતો. તેણે સોશિયલ મીડિયા પર લોકોને સાજા થવા માટે દુવા કરવાની અપીલ પણ કરી હતી. ઉપરાંત બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન મશરફે મુર્તુઝાને પણ વાઇરસનો ચેપ લાગ્યો છે. મશરફને રિપોર્ટ પહેલાંથી જ ભારે તાવથી પીડાતો હતો.

To Top
Translate »